ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામષેશ થવા જઈ રહી છે. સરકારે ગિફ્ટસિટીમાં દારૂ પીવા છુટ આપી છે. આ કારણોસર ગુજરાત ટુરિઝમે પણ ગિફ્ટ સિટીમાં ફિલ્મ ફેર એવોર્ડ યોજવાનુ નક્કી કર્યુ હતું. ફિલ્મફેર એવોર્ડમાં ગુજરાતી કલાકાર સંજય ગોરડિયાએ ફેસબુક પર ફોટા સાથે એવી કબૂલાત કરી કે, ઈતિહાસમાં પહેલીવાર ગુનાહિત લાગણી વિના ગુજરાતમાં દારૂ પીધો. ગિફ્ટસિટી, ગાંધીનગરમાં ફિલ્મ ફેર એવોર્ડમાં બીઅરની પણ લિજ્જત માણી. એવોર્ડ ફંકશન સારુ હતું પણ બિયર જ નહીં, વેજ-નોનવેજ જમવાનુ ટોપના પેટનું હતું. આમ, ગુજરાતી કલાકારે પણ ગિફ્ટ સિટીમાં સરકારે દારૂ પીવાની છૂટ આપતા ખુશી વ્યક્ત કરી હતી.