રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું કે, એશિયન ગેમ્સમાં ભારતે 100થી વધુ મેડલ જીત્યા છે. ભારત 5G શરૂ કરનાર પ્રથમ દેશ બન્યો છે. દેશમાં ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરાનારા લોકોની સંખ્યા 3.25 કરોડથી વધીને 8 કરોડથી વધુ થઈ ગઈ છે. કલમ 370 પરની આશંકા હવે ઈતિહાસ બની ગઈ છે. આજે એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. એક કરોડ 40 લાખ લોકો GST ભરી રહ્યા છે. 'વિશ્વમાં ગંભીર કટોકટી હોવા છતાં, ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ધ્વજ ફરકાવનાર પ્રથમ દેશ બન્યો.