એક તરફ અમદાવાદ-મુંબઈ 508 કિમી હાઈ સ્પીડ રેલ બુલેટ કોરિડોરનું કામ પૂરપાટ ગતિએ ચાલી રહ્યું છે ત્યાં બુલેટ ટ્રેન ચલાવવા માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનએ તૈયારી શરૂ કરી દીધી છે. 320 કિમીની ઝડપે બુલેટ કેવી રીતે દોડશે અને મેન્ટેનન્સ શીખવા તબક્કાવાર રીતે 360 કર્મચારીને તાલીમ આપવાનું કામ આ વર્ષથી શરૂ થઈ જશે. આ તમામ કર્મચારીઓને જાપાનમાં તાલીમ અપાશે. તેમાં પાઈલટ, મેન્ટેનન્સ વિભાગ, પરિવહન અધિકારી સહિત ઇલેક્ટ્રિકલ અને સિગ્નલિંગ વિભાગના કર્મચારી સામેલ હશે. ટ્રેન સંચાલનમાં આ તમામની મહત્ત્વની ભૂમિકા રહેશે.