રાજકારણમાં કોઈ કાયમી મિત્ર અથવા શત્રુ રહેતા નથી. ચૂંટણીમાં વિજયી બાદ પ્રજાના નિર્ણયને કોરાણે મૂકી મનફાવે ત્યાં નેતાઓ દોટ મૂકી પક્ષ પલટો કરતા ખચકાતા નથી. ચૂંટણી આવતા જ આવી મોસમ પૂરબહારમાં ખીલે છે. હાલમાં પણ લોકસભા ચૂંટણી અગાઉ તોડ જોડ નું રાજકારણ જોવા મળી રહ્યું છે. ત્યારે પક્ષ પલ્ટુને આવકાર સાથે જ હોદ્દાઓની લ્હાણી કરાતા પક્ષના સ્તંભ સમાન કાર્યકરો પોતાની અવગણના બદલ મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ ઉપરાંત નવા નિશાળિયાઓને કાઉન્સિલર બનાવી અનેકને હોદાઓ પણ ફાળવી દેતા અંદરોઅંદર છૂપો કચવાટ જોવા મળે છે