વગર ડીગ્રીએ દવા કરતા વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
કચ્છના અંજારના વરસામેડી સીમમાં વગર ડીગ્રીએ દવા કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા બોગસ તબીબને એસઓજીએ દરોડો પાડી રંગેહાથ પકડી લીધો હતો અને તેેની પાસેથી રૂ.11 હજારની કિંમતના મેડિકલના સાધનો અને એલોપથીની દવાઓ જપ્ત કરી ગુનો નોંધાવ્યો હતો.કચ્છ જિલ્લામાં વધુ એક બોગસ તબીબ પકડતા તબીબના વ્યવસાયમાં ઘુસી ગયેલા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાયો છે.