ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે. પવનની દિશા બદલાતા વહેલી સવારે થોડા અંશે ઠંડીનો અનુભવ થઈ શકે છે અને ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે જ બપોર બાદ તાપમાનમાં વધારો થતાં ગરમી જેવું વાતાવરણ રહેશે. અને લોકો બેવડી ઋતુનો અનુભવ કરશે.