ખાનવેલથી સેલવાસ તરફ જઈ રહેલ સરકારી અનાજ ભરેલો આઇસર ટેમ્પોને અટકાવી ખરાઇ કરતા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.આ સરકારી અનાજ અંગે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓએ ટેમ્પો ચાલક અને ક્લિનર પાસે જરૂરી પરમિટ માગતા તેઓ અપી શક્યા ન હતા જેથી ચાલક અને ક્લિનરને પોલીસને હવાલે કરી ટેમ્પો સાથે અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.