હાલ અમદાવાદમાં રહેતો મંગલસિંહ પાલ નામનો આ યુવાન મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. અસામાન્ય ઊંચાઈના કારણે મંગલસિંહને એક નવી ઓળખ મળી છે. આ યુવાનની ઉંમર26 વર્ષ હોવા છતાં તેનું વજન 140 કિલો અને ઊંચાઈ 7 ફૂટ 5 ઈંચ છે. મંગલસિંહને અચાનક જ એક ફિલ્મમાં કામ મળી ગયું, ઘણા નામાંકિત લોકો સાથે મુલાકાતો થઈ. પરંતુ હજુ પણ ઘણા સંઘર્ષ સામે મંગલસિંહ ઝઝૂમે છે.