ઈરાન સરકારે ભારતીય નાગરિકો માટે ફ્રી ટ્રાવેલ વિઝા શરતોની જાહેરાત કરી છે. યાત્રીકોએ હવાઈમાર્ગથી પ્રવેશ કરવા માટે અને મહત્તમ 15 દિવસ સુધી રહેવાની મંજૂરી રહેશે. 33 દેશના નાગરિકો માટે ખાસ જાહેરાત કરી હતી. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વધુ સંખ્યામાં વિદેશી નાગરિક ઈરાન ફરવા માટે આવી શકે.