જંબુસર તાલુકાના કાવી ગામથી દરિયામાં માછીમારી કરવા ગયેલાં માછીમારોને સ્ફટિકમાંથી બનેલું પીળા રંગનું શિવલિંગ મળી આવ્યું છે. હાલ કાવીના કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલાં શિવલિંગના દર્શન માટે શ્રધ્ધાળુઓ આવી રહયાં છે. . બીજી તરફ પુરાતત્વ વિભાગને પણ જાણ કરવામાં નહિ આવતાં શિવલિંગનું રહસ્ય બીજા દિવસે પણ અકબંધ રહયું છે.