પલસાણા તાલુકાના બલેશ્વર પાટિયા ઉપરથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ની બાજુમાં આવેલ બત્રીસ ગંગા ખાડીના કિનારે ડંપિંગ યાર્ડમાં એકાએક આગ લાગી હતી. ભારે પવન હોવાથી આગ જોત જોતામાં બાજુમાં આવેલ ભંગારના ગોડાઉનને ચપેટમાં લીધું હતું અને ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ વગેરે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરતા પલસાણા , બારડોલી અને હોજીવાલાની ટીમ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી.