પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આંખના વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. અન્ય બે દર્દીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે.આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.