કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ આજે એક સમિટમાં રોડ સેફ્ટી અંગે કહ્યું છે કે, હું સ્વીકારું છું 10 વર્ષમાં એક જ વિષય એવો છે જેમાં મને નિષ્ફળતા મળી છે. દેશમાં 1.68 લાખ મોત, પાંચ લાખ અકસ્માતના આંકડા જાણવા મળે છે. અકસ્માતો ઘટાડવા જરૂરી સુધારા વધારા સાથે જાગૃતતાના પ્રયાસો કર્યા છે. 8000 બ્લેક સ્પોટ પૈકી 4,500 બ્લેક સ્પોટ દૂર કર્યા છે. દંડની રકમ વધારી છે. પરંતુ હિન્દુસ્તાની લોકોમાં બદલાવ આવી રહ્યો નથી. તેઓ આજે પણ બિન્દાસ પણે ટ્રાફિક નિયમો તોડી રહ્યા છે.