સુરત શહેરના ઉત્રાણમાં કલરકામ કરતા યુવકના ઘરમાંથી રૂ.1.90 લાખની ચોરીના બનાવમાં પોલીસે આરોપી સીતારામ કુસ્વાહની ધરપકડ કરી છે. આરોપી પાસેથી ચોરી થયેલ સોના ચાંદીના ઘરેણાં સહીત કુલ 1.09.500 રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આરોપીએ કબુલાત કરી હતી કે, ફરિયાદી બહારગામ જતા હતા ત્યારે તેની બાઇક તેમને આપીને ગયા હતા . આ બાઈકની ચાવીમાં ઘરની ચાવી પણ હતી. જેથી ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.