વસંત પંચમી એટલે ઉત્તમ મુહૂર્તનો દિવસ. આજે 57 વર્ષમાં પહેલીવાર પ્રકૃતિનું મહા પર્વ વસંત પંચમી અને પ્રેમીઓનું પર્વ વેલેન્ટાઈન ડે એકસાથે આવવાનો યોગ સર્જાયો છે. વસંત પંચમીએ કોઈપણ કાર્યનો શુભારંભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. આજે વસંત પંચમી નિમિત્તે રાજ્યભરમાં પાંચ હજારથી વધુ યુગલો લગ્ન જીવનના તાંતણે બંધાશે.