પાલનપુર લક્ષ્મીપુરા નજીક આવેલ ફાટક નં. 169 ઉપર ઓવર કે અંડર બ્રિજ બનાવવા માટે ગ્રામજનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે અને ગામને સુવિધા મળે તે માટે ગ્રામજનો જમીન સંપાદનની પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપી મકાનો તોડવા માટે પણ સહમતી દર્શાવી છે. દરમિયાન પુલનું કામ સત્વરે શરૂ કરવામાં આવે તે માટે રેલી યોજી કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.