અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટા સર્ટીફીકેટ રજૂ કરી અને નોકરી મેળવવા મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી કેમ કાઢી ન મુકવા તે મામલે શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. વિજિલન્સ તપાસમાં જાતિના ખોટા પ્રમાણપત્ર રજૂ કરવામાં અને તપાસ પૂર્ણ થયા બાદ તેમને નોટિસ ફટકારવામાં આવી છે.