મ્યુનિ.એ સિંધુ ભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડન પાસે દેશનો પ્રથમ સ્માર્ટ પાર્કિંગનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સ્માર્ટ પાર્કિંગ પર મેગ્નેટિક સેન્સર છે. કાર પાર્ક થઈ જાય પછી લાલ રંગની ફ્લેપ ઊંચી થઈ જશે અને વાહન લોક થઈ જશે. સ્માર્ટ પાર્કિંગ પર આપેલો ક્યુઆર કોડ સ્કેન કરવાથી લોક ખુલી જશે. પરંતુ પાંચ મિનિટ સુધીમાં કાર ન લેવાય તો ફરી લોક થઈ જશે. ફ્લેપ ઊંચી હોય અને કાર કાઢવા જાવ તો ટાયરને નુકસાન થશે.