પાટણનાં એક વકીલને ફોન ઉપર ગાળો બોલી અલગ અલગ સમયે ખરાબ મેસેજ કરી મની લોન્ડરીંગ, ઇન્કમટેક્ષ અને બાર કાઉન્સીલમાં અરજીઓ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે , પાટણનાં વકીલે પોતાનાં મિત્રને ધંધાકીય કામ માટે રૂા.1,75,000 વ્યાજે આપેલા તેની અવેજમાં મિત્રએ આપેલા ચેક રિટર્ન થતાં તે અંગેનાં ચેક રિટર્ન કેસમાં મિત્રને કોર્ટે તેને એક વર્ષની સજા ફટકારી હતી. તેમાં આવેશમાં આવીને વકીલને ગાળો બોલી ધમકીઓ આપી હતી.