કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન સ્કીમ અંતર્ગત સિટી-1ના યાત્રિકો માટે પણ જૂના રેલવે સ્ટેશનની જગ્યામાં જ અંદાજે રૂ.26 કરોડના ખર્ચે સ્ટેશનનો વિકાસ કરાશે. જેમાં એન્ટ્રી, બુકિંગ, વેઇટિંગરૂમ, પ્લાઝા, બ્રિજ, પાર્કિંગ, ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરાશે. આગામી 26 તારીખે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં તેનું ખાતમુહૂર્ત કરાશે.