પાલનપુરના આબુ હાઇવે પર આવેલી સધી મા મિલ્ક પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં પુરવઠા અધિકારીએ મંગળવારે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. અને ત્યારબાદ ફૂડ વિભાગને જાણ કરી હતી.ફૂડ વિભાગની પ્રાથમિક તપાસમાં દૂધનું પરિક્ષણ કર્યું હતું અને તેમાં આ દૂધનું સેમ્પલ ફેલ નીકળ્યું હતું. 2 ટેન્કર અને જીપ ડાલું ભરીને હજારો લિટર દૂધનો જથ્થો શહેરની માલણ દરવાજા ડમ્પીંગ સાઈટ પર લઈ જવાયો હતો અને ખાડો ખોદી નાશ કરાયો હતો. ગાંધીનગરની ગામઠી ડેરી સામે કાર્યવાહી હાથ ધરી છે.