નવસારી જિલ્લાના વારસી બોરસી ગામે ખાતે નિર્માણ પામનારા ગુજરાતના પ્રથમ PM મિત્ર પાર્કનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, કેમ છો બધા ? આજે નવસારીમાં વિકાસ ઉત્સવમાં સામેલ થયો છું. વડોદરા, નવસારી ,ભરૂચ, સુરત શહેરને 40 હજાર કરોડથી વધુના નવા પ્રોજેક્ટ મળવા માટે અભિનંદન પાઠવું છું. પીએમ મિત્ર પાર્ક ટેક્સટાઈલ સેક્ટર માટે દેશનું પ્રથમ પાર્ક બનતા કાપડ ઉદ્યોગને બળ મળશે. 800 કરોડ થી વધુ તાપી રિવર બરાક બનતા સુરતમાં પાણી વિતરણની સમસ્યાનું નિરાકરણ આવશે. પૂર જેવી આફત સમયે પણ મદદ મળશે. પરમાણુ ઉર્જા પ્લાંન્ટ ખાતે બે રીએક્ટર શરુ થતા વીજળી વધુ મળતા વિકાસને વેગ મળશે.