લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઇ ચૂકી છે. મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે. ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે હરિયાણામાં 9 સીટો પર કોંગ્રેસ અને 1 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે સીટ તથા કોંગ્રેસ 24 બેઠક પર લડવા માટે સહમત થઈ ગયા છે.