ભિલોડાના કુંડોલ પાલ ,ઝાંઝરી અને વિજયનગરના મસોતા વિસ્તારોમાં નિકલ અને ક્રોમિયમ નામની ધાતુ મળી આવતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ બાબતનો વિરોધ કરીને પ્રોજેક્ટ બંધ કરવા અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારગી અને ખેડૂતોએ ભિલોડામાં રેલી કાઢી વિરોધ દર્શાવી મુખ્યમંત્રીને ઉદ્દેશીને ભિલોડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.