ઝઘડિયાના રાજપારડી પાસે આવેલાં માધવપરા ફાટક પાસે અંડરપાસમાં બારેમાસ પાણી ભરાયેલું રહેતું હોવાથી મોટા વાહનચાલકોને ગામમાં જવા માટે એક કિમીનો ફેરાવો થઇ રહયો છે. ચોમાસું પૂર્ણ થયાને મહિનાઓ વીતી ગયાં હોવા છતાં આ અંડરપાસ હજી પાણીમાં ગરકાવ જોવા મળી રહયો છે. પાણીનો ભરાવો થતાં બાઇક સિવાયના અન્ય વાહનો પસાર થઇ શકતાં નથી અંડરપાસના પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા માંગ છે.