ગણેશ ચતુર્થીના પાવન અવસરથી નવા સંસદ ભવનમાં કામગીરી શરૂ થઇ છે. પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજથી નવી સંસદમાં શ્રીગણેશ કરી રહ્યા છીએ. સાથે સૌને ગણેશ ચતુર્થીની શુભકામના .તેમજ અગાઉની ભવનને માત્ર જૂની સંસદ કહીને છોડી દઈએ તો આવું ન થવું જોઈએ. તેથી, હું તમને વિનંતી કરું છું કે ભવિષ્યમાં, જો દરેક સંમત થાય, તો તેને 'સંવિધાન સદન' તરીકે ઓળખવામાં આવે.