વલસાડ જિલ્લામાંથી PSI, ASI સહિત 8 પોલીસ જવાનોને તેમની ફરજમાં બેદરકારી દાખવવા બદલ તાત્કાલિક અસરથી છૂટકારવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં લાંચ કેસમાં સંડોવાયેલા કપરાડા પોલીસ મથકના 2 જવાન, તાજેતરમાં ACBની ટ્રેપમાંથી ફરાર થયેલા LCBનો કોસ્ટબલ સહિત કુલ 8 પોલીસ જવાનોને ફરજ ઉપરથો મોકૂફ કરતા ફરજ ઉપર બેદરકારી દાખવતા પોલીસ જવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો.