દર વર્ષે સમગ્ર દુનિયામાં 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં ઝડપથી લુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને જીવજંતુની પ્રજાતિની સુરક્ષા માટે લોકોમાં જાગરૂકતા લાવવાનો છે. જીવ વિવિધતાની સમૃદ્ધિ જ ધરતી પર રહેવા અને જીવનનિર્વાહ કરવા માટે યોગ્ય બનાવતી હોય છે, પરંતુ મુશ્કેલીએ છે સતત વધતું પ્રદુષણ અને માનવીની અસંતોષજનક લાલચ પ્રકૃતિ પર ખૂબ જ ભયાનક પ્રભાવ પાડી રહ્યું છે. જેના કારણે જીવજંતુઓ અને વનસ્પતિઓની અનેક પ્રજાતિ લુપ્ત થઇ ચુકી છે અને અમુક લુપ્ત થવાને આરે છે.