ઔદ્યોગિક રીતે મહત્ત્વપૂર્ણ એવી વેનેડિયમ ધાતુ ખંભાતના અખાતમાંથી એકત્રિત કરવામાં આવેલા કાંપના નમૂનાઓમાંથી મળી આવી છે. ઉલ્લેખનીય છે કે વોર મિનરલ તરીકે ઓળખાતું વેનેડિયમ સ્ટીલને મજબૂત કરવા અને બેટરી બનાવવા માટે વપરાય છે અને તે ભારતમાં દુર્લભ છે. આ કાંપ પર સંશોધન કરનાર જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)એ સૌ પ્રથમ વેનેડિયમના સંભવિત નવા સ્ત્રોતનો અહેવાલ આપ્યો હતો. ભારતના તટીય કાંપમાં વેનેડિયમ મળ્યું હોવાની પ્રથમ ઘટના છે. વૈજ્ઞાનિકોએ ખંભાતના અખાતમાં આવેલા કાંપમાંથી 69 નમૂના લીધા હતા.