નડિયાદની એક ગૃહિણીએ 'બાપ્પા ફ્રોમ છાપા' ની થીમ પર ગજાનંદ દેવની મૂર્તિ બનાવી છે. ન્યૂઝ પેપરનો ઉપયોગ કરી તેના પેપર બોલ મારફતે સમગ્ર મૂર્તિને તૈયાર કરીને પોતાના ઘરે સ્થાપી છે. સતત 5 દિવસ સુધી પૂજન અર્ચન કર્યા બાદ શ્રધ્ધાભેર આ મૂર્તિને વિર્સજન કરવામાં આવે છે.