પાટણ જિલ્લાની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય રાણકીવાવ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાણકી વાવ ઉત્સવના પ્રથમ દિવસે સુપ્રિસદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે લોકોને મોજ કરાવી હતી. ડાયરામાં લોક સાહિત્યની રમઝટ બોલાવી અને ભારતના શૂરવીરોને પણ યાદ કર્યા હતા.