નવસારી શહેરના એક નાગરિક દ્વારા નવસારી વિજલપોર પાલિકા શોપીંગ સેન્ટરમાં આવેલ એક પ્રતિષ્ઠિત વડાપાઉની દુકાનમાંથી ઘરે વડાપાંઉ પાર્સલ લઇ ગયા હતા. ઘરે જઇને ખોલતા વડાની અંદરથી તળાયેલો વંદો નીકળ્યો હતો. જેને પગલે જાગૃત નાગરિક તે પેકેટ સાથે દુકાન ઉપર ધસી ગયા હતા આ સાથે જિલ્લા કલેકટરને ટેલિફોનિક ફરિયાદ દ્વારા જાણ કરી હતી. જેના પગલે વહીવટી તંત્ર સફાળું જાગતા નગરપાલિકાના કર્મી, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કર્મચારી વગેરે દુકાનની શાખા ઉપર આવી પહોંચ્યા હતા