અંકલેશ્વરમાં સૌ પ્રથમ વખત 11 ફૂટ ઉંચી નંદી પર શિવ પરિવારની સવારી કાઢવામાં આવી હતી.ગડખોલના સિદ્ધેશ્વર યુવા ગૃપ તરફથી 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઉંચી નંદી ની પ્રતિમા પર ભગવાન શિવ માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકેય સાથે નારદ જીનીશાહી સવારી પૌરાણિક રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે થી સાંજે 5 :30 કલાકે કાઢવામાં આવી હતી જે 5 કિલો મીટર રૂટ પર ફરી સિદ્ધેશ્વરી સોસાયટી ખાતે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. શાહી સવારીએ નગરમાં ઠેર ઠેર સ્વાગત સાથે આકર્ષણ જમાવ્યું હતું.