પ્રધાનમંત્રી 12 માર્ચ, 2024નાં રોજ ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:15 વાગ્યે રૂ. 85,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે અને દેશને સમર્પિત કરશે. ત્યારબાદ સવારે 10 વાગે પ્રધાનમંત્રી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, જ્યાં તેઓ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને ગાંધી આશ્રમ સ્મારકનાં માસ્ટર પ્લાનનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સવારે 1:45 વાગ્યે રાજસ્થાનનાં પોખરણમાં ટ્રાઇ–સર્વિસીસ લાઇવ ફાયર એન્ડ દાવપેચ કવાયતનાં સ્વરૂપે સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું સંયુક્ત પ્રદર્શન ‘ભારત શક્તિ‘નાં સાક્ષી બનશે.