કડીના દેત્રોજ રોડ સ્થિત વિનોદ ઉદ્યાનનું (કણઝીયા તળાવ) બ્યુટીફીકેશન અને એમ્યુઝમેન્ટ પાર્ક રૂ.4.25 કરોડના ખર્ચે બનાવાશે.પાર્કમાં નક્ષત્રવન, રાશિવન,રોપકોષ, નવગ્રહવન, જમીની ઘડીયાળ,ગજીબો,ચીલ્ડ્રન સ્કેટીંગ, રબર ફ્લોરીંગ, રીફલેકસોલોજી પથ વીથ ફીચર વોલ પણ બનાવાશે. .શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવા પાલિકાએ કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે.