આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થોડા જ દિવસોમાં થઈ શકે છે. તેવામાં કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ કરવાની તૈયારીમાં છે. સૂત્રોનું માનીએ તો આજે રાત્રે 10 વાગ્યે કેન્દ્ર સરકાર તરફથી તેની નોટિફિકેશન જાહેર થઈ શકે છે. ત્યારબાદ આજે જ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગૂ થવાની શક્યતાઓ છે. મહત્વનું છે કે, CAA બંને ગૃહોમાંથી પાસ થયાને પાંચ વર્ષનો સમય વિતી ચૂક્યો છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોના એલાન પહેલા CAAને દેશમાં લાગૂ કરવા જઈ રહી છે.