આદિવાસી સમાજના કુળદેવી યાહા મોગી પાંડુરી માતાના મંદિર દેવમોગરા ખાતે પ્રતિવર્ષ શિવરાત્રીના દિવસથી પાંચ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાનો પ્રારંભ થાય છે. આ મેળા દરમિયાન દર્શનાર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે.આ વર્ષે તા. 8મી માર્ચ શિવરાત્રીથી શરૂ થયેલો મેળો પાંચ દિવસ સુધી યોજાતા ગતરોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે.