સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગાંગપુર ગામે હરિ ઓમ સોસાયટીના એક રહેણાક મકાનમાંથી એવરેસ્ટ કંપનીના નામે નકલી મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. ખાવાની વાનગીઓમાં વપરાતા મસાલાઓ, મશીનરી મળી રૂ.9.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ 2 આરોપીની ધરપકડ કરી હતી. અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.