દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરાની મુલાકાતે છે. અને ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કેમ્પેઈનનું વડોદરાથી લોન્ચિંગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક ભરૂચ અને ભાવનગર પર AAP લડશે. ભરૂચથી ચૈતર વસાવા તેમજ ભાવનગરથી ઉમેશ મકવાણા આપના ઉમેદવાર છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જેના માટે બંને મુખ્યમંત્રી પત્રકાર પરિષદને સંબોધશે.