મળતી માહિતી મુજબ, ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે શનિવાર, 16 માર્ચે બપોરે 3 વાગે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. તે ECI ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચની આજની બેઠક દરમિયાન સંવેદનશીલ વિસ્તારો અને રાજ્યોમાં ચૂંટણી નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને વધુ સારી રીતે કરાવવા માટે કેટલું બળ તૈનાત કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.