સુરતમાં આંગડિયા લૂંટ કેસમાં સંડોવાયેલા આરોપીઓને વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધીમાં ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સુરત શહેર પોલીસને 5 આરોપીઓ સુપરત કર્યા હતા.જેને ધ્યાને લઇ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસને બિરદાવી હતી. બાદમાં સુરત ખાતે એક સમારોહમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વલસાડ પોલીસને આ સિદ્ધિ અને શ્રેષ્ઠ ડિટેક્શન બદલ એવોર્ડ એનાયત કર્યો હતો.