લોકસભા સામાન્ય ચુંટણી 2024 ના કામે ચુંટણી લગત ફરીયાદ માટે 24 કલાક કંટ્રોલરુમ જિલ્લા કક્ષાએ તથા વિધાનસભા દીઠ મદદનીશ ચુંટણી અધિકારી કક્ષાએ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેથી ચુંટણીને લગતી ગેરરીતીઓ અંગે માહીતી આપવા માટે જાહેર જનતામાં કંટ્રોલરુમનો સંપર્ક કરી શકશે. જેના માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરુમ કલેકટર કચેરી ખાતે બીજા માળે કાર્યરત કરાયો છે જેનો નં. 1950 અથવા ટોલ ફી નંબર 18000233257 છે