નવા સંસદ ભવનની જેમ હવે યુપીમાં બનશે 'નવી વિધાનસભા'
દિલ્હીમાં નવા સંસદ ભવનની જેમ જ હવે ઉત્તરપ્રદેશ માં પણ નવી વિધાનસભા બનાવવાનો નિર્ણય લેવાયો છે. માહિતી અનુસાર પૂર્વ પીએમ અટલ બિહારી વાજપાયી ની જયંતિ પર નવા વિધાનસભા ભવન ની આધારશિલા મૂકાઈ શકે છે. તેના નિર્માણ કાર્ય માટે આશરે 3000 કરોડનો ખર્ચો કરાશે.