લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બિલ પર ગૃહમાં સંબોધન કરી રહ્યા છે. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા- લોકસભામાં 33 ટકા અનામત રાખવાની માગ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રિય કેબિનેટે સોમવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી. લોકસભામાં સોનિયા ગાંધીએ સંબોધન કરતા કહ્યું હતું કે હું મહિલા અનામત બિલનું સમર્થન કરુ છું. મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ બિલ રાજીવ ગાંધી દ્વારા લાવવામાં આવ્યું હતું.