કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ કેસમાં ટિપ્પણી કરતાં કહ્યું કે જો યુવાનો અને ખાસ કરીને સ્કૂલના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો આ દેશ માટે સારું રહેશે. ન ફક્ત સોશિયલ મીડિયા પરંતુ ઈન્ટરનેટ ઉપરથી એવી દરેક વસ્તુને હટાવી દેવી જોઈએ જે મનમાં ઝેર ભરતી હોય. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે એક વયમર્યાદા નક્કી કરવા વિચારવું જોઈએ.