પાટણ બજારોમાં હોળી ધુળેટીના તહેવારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હોળી પર્વને લઈ ખાસ કરીને ધાણી ખજુરનું વેચાણ વધુ પ્રમાણમાં થઈ રહ્યુ છે. બજારમાં વિવિધ પ્રકારના હાયડાના તોરણો લટકતા જોવા મળે છે. તો ધાણી, ચણા, સીંગ, ખજુરનો સ્ટોક પણ દુકાનોમાં ખડકાઈ ગયો છે. અવનવા આકાર અને વેરાયટીમાં પીચકારીઓ તેમજ રંગોના વેચાણ માટેની હાટડીઓ મંડાઈ ગઈ છે. રંગોત્સવના પર્વનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.