આપએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આવી ઘટના ઘટી છે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ નેશનલ પાર્ટીના વડા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેલમાં અરવિંદ કેજરીવાલની સિક્યુરિટી બાબતે કેન્દ્ર સરકાર જવાબ આપે. તેઓ ચૂંટણી પ્રચારમાં ન જઈ શકે તે માટે ભાજપની સાજિશ છે. આમ આદમી પાર્ટીની ઓફિસને છાવણીમાં ફેરવી દીધી છે. અરવિંદ કેજરીવાલથી ભાજપ ડરી છે.