ભારતીય ક્રિકેટ બોર્ડની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી આવૃત્તિનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે IPL ટ્રોફી જીતવા માટે કુલ 10 ટીમો એકબીજા સામે હરીફાઈ કરતી જોવા મળશે. આશરે બે મહિના સુધી ચાલનારા T-20ના ક્રિકેટ કાર્નિવલ દરમિયાન મેદાન પર દિલધડક મુકાબલા ક્રિક્રેટ ચાહકોને માણવા મળશે. અગાઉના વર્ષોની જેમ 10 ટીમ વચ્ચેના 74 મુકાબલાના અંતે આખરે 29મી મેના રોજ રમાનારી ફાઈનલ બાદ આઈપીએલની નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે. આજે ઉદ્ઘાટન મેચ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ થશે, જેમાં બોલિવૂડ અભિનેતા સંગીતકાર અને ગાયક પરફોર્મ કરશે.