કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઝરી જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃતિઓ અને ગુનાહિત હિંસાને જોતા તમામને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે.આ પહેલા આતંકી સંગઠને ભારતીયોને તાત્કાલિક કેનેડા છોડવાની ધમકી આપી છે.