લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી છે. અગાઉ 8 માર્ચે પ્રથમ યાદીમાં પાર્ટીએ 39 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં 43 ઉમેદવારનાં નામ બહાર પાડ્યા હતા. આ રીતે કોંગ્રેસે અગાઉ 82 નામોની જાહેરાત કરી હતી. જેમાં સાબરકાંઠા - ડો.તુષાર ચૌધરી, પાટણ - ચંદનજી ઠાકોર, ગાંધીનગર - સોનલ પટેલ, જામનગર - જે.પી.મારવીયા, અમરેલી - જેનીબેન ઠુંમ્મર, આણંદ - અમિત ચાવડા, ખેડા - કાળુસિંહ ડાભી પંચમહાલ - ગુલાબસિંહ ચૌહાણ, દાહોદ - પ્રભાબેન તાવિયાડ, છોટાઉદેપુર - સુખરામ રાઠવા, સુરત - નિલેશ કુંભાણીને ઉમેદવાર જાહેર કરાયા છે.